જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી,
પ્રેમ શૌર્ય અંકિત; તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને,
પ્રેમ ભક્તિની રીત - ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા,
કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય, મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો,
દે આશિષ જયકર- સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ,
થશે સત્વરે માત ! શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે,
વીતી ગઈ છે રાત. જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત. Regards,
MUKUND PATEL