સમયના વહેણમાં સમાઈ ન જતા,
દિલના દરિયામાં ડૂબી ન જતા,
આપની મૈત્રી છે જિંદગીથી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા.
ગુનાહ વગરનો હું ગુન્હેગાર છુ,
તમારે જેમ ગણવું હોય એમ ગણો,
ઘડિયાળના કાંટા ફેરવી નાખ અરે દોસ્ત,
પછી નહિ મળે આ ક્ષણો !
તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે,
મિત્રો જ ઈશ્વરની ભેટ અણમોલી છે.
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘમાં પણ તારી સાથે વાત કરું છુ.
દોસ્તીમાં જીવજો દોસ્તીમાં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ન કરજો,
જિંદગી નથી અમને દોસ્તોથી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી.
Friends in Gujarati
zankhana Trivedi (Company Secretary) (462 Points)
03 February 2010