સી એ ફાઇનલના પરિણામોમાં ગંભીર ગોટાળા ઃ માત્ર પ હજાર વિદ્યાર્થીઓ પાસ
અગાઉ પરિણામ ૩૫ ટકાનું જાહેર કરાયું હવે માત્ર ૧૫ ટકા ઃ ૬ હજારનું વિદ્યાર્થીનું ભાવિ અધ્ધરતાલ
અમદાવાદ,તા.૨૦
તાજેતરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ હતું. દિલ્હીથી આ પરિણામ જાહેર કરાયુ ત્યારે ૩૫.૨૬ ટકા વિદ્યાર્થીઓ પાસ જાહેર કરાયા હતા. સી.એ.ની પરીક્ષાના ઇતિહાસમાં આ પરિણામ વિક્રમજનક ગણાવાયું હતુ.પરંતુ વાસ્તવિક્તા એ છે કે પ્રિન્ટીંગ મીસ્ટેકના કારણે પરિણામ ખોટુ જાહેર થયું હતું. ધી ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા આજે આ પરિણામમાં સુધારો જાહેર કરાયો છે. નવુ જાહેર કરાયેલું પરિણામ માત્ર ૧૫.૭૮ ટકા જ છે.
નવેમ્બર ૨૦૧૧માં લેવાયેલી સી.એ.ફાઇનલની પરીક્ષાનું પરિણામ તા.૧૮મી જાન્યુઆરીએ જાહેર કરાયું હતુ.ં જે વેબસાઇટ પર પણ મુકવામાં આવ્યું હતુ.ં અમદાવાદની સી.એ.બ્રાન્ચે આ પરિણામ જાહેર કર્યું હતુ.ં બ્રાન્ચ દ્વારા પરિણામની આંકડાકીય માહિતી અને ટોપર્સ વિદ્યાર્થીઓના માર્કસ અને ફોટા પણ જાહેર કરાયા હતા. જેમાં ૧૧૧૭૯ વિદ્યાર્થીને પાસ જાહેર કરાયા હતા. આટલું વિક્રમજનક પરિણામ પ્રથમ વખત જાહેર થયા બાદ આજે ઇન્સ્ટિટયુટના મુખ્યમથક ખાતેથી સુધારેલા પરિણામની જાહેરાત કરવામાં આવી હતી.
સુધારેલું પરિણામ ઇન્ટરનેટ પર પણ મુકી દેવાયું છે. નવા પરિણામ મુજબ બન્ને ગુ્રપમાં કુલ ૩૧૭૦૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર ૫૦૦૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે. પરિણામમાં આ પ્રકારની ગંભીર ભૂલના કારણે અગાઉ પાસ થયેલા કુલ ૧૧૧૭૯ પૈકી અડધા કરતાં વધુ એટલે કે ૬ હજારથી વધુ વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. ગતવર્ષે ૨૦.૫૮ ટકા પરિણામ જાહેર કરાયું હતુ.ં નવા સુધારેલા પરિણામ પ્રમાણે ચાલુ વર્ષે અંદાજે ૪ ટકા પરિણામ નીચુ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે સીપીટીનું પરિણામ પણ ૩૫.૩૩ ટકા જાહેર કરાયુ હતું.પરંતુ આ પરિણામમાં કોઇ ભૂલ છે કે નહી તેની માહિતી મળી શકી નથી..
Hey friends, its in GUJARATI language.., it says the result declared as 11179 students became CA, but fact is only 5003 are Chartered Accountant this attempt.. Due to error of ICAI, the actual passing ratio overall india is 15.06, erroneously, it was declared to be 35.26%